કચ્છના ગામડાઓની નાનકડી ગલીઓથી શરૂ થઇ મોટી હવેલીઓ સુધી તથા કચ્છનાં દેશ વિદેશનાં વેપારીઓથી માંડીને કચ્છની પુરાણી ઇમારતોમાંથી ડોકાતી ભવ્ય ભૂતકાળની વાતોથી લઇને... આજે વિકાસના માર્ગે દોડતા કચ્છની ઝાંખી ‘કચ્છ-અર્પણ’માં નજરે ચડે છે.
વડોદરાથી પ્રગટ થવા છતાં કચ્છનાં અગ્રણી સાહિત્યકારોનાં સથવારે સમગ્ર કચ્છનું પ્રતિબિમ્બ ‘કચ્છ-અર્પણ’માં જોવા મળે છે. કચ્છનાં ખ્યાતનામ લેખકોનાં લેખો તથા કવિતાઓ, હાલનાં પ્રબુદ્ધ સાહિત્યકારો દ્વારા લખાતા વર્તમાન વિષયો, વાર્તા તથા સાહિત્ય વિષયક લેખો, નવોદિત લેખકો અને કવિઓની રચનાઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય પણ ‘કચ્છ-અર્પણ’ દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત કચ્છ તથા કચ્છીઓને લગતા વિવિધ વિષયો પરનાં સંશોધનાત્મક લેખો ઘણાં જ ધ્યાનાકર્ષક રહ્યા છે.
કચ્છી સાહિત્યકારો તથા કવિઓ જેવા કે સર્વશ્રી કવિ ‘તેજ’, સ્વ. પ્રભાશંકર ફડકે, ડૉ. વિસન નાગડા, ડૉ. ગુલાબ દેઢિયા, સ્વ. જીતેન્દ્ર અંતાણી, ડૉ. ગીરીશ વિછીવોરા, રવિ પેથાણી ‘તિમિર’, ગૌતમ જોશી, નારાયણ શનિશ્ર્ચરા, મહેન્દ્ર દોશી, સુર્યકાન્ત ભટ્ટ, પ્રમોદ જેઠી, બાબુલાલ ગોર, જયેશ ભાનુશાલી ‘જ્યુ’, લાલજી મેવાડા ‘સ્વપ્ન’, હરેશ દરજી ‘કસભી’, વિશ્રામ ગઢવી, નેણશી મિઠિયા તથા ઘણા નામી-અનામી સાહિત્યકરોની કલમે લખાયેલ લેખો તથા કવિતાઓને કારણે ‘કચ્છ-અર્પણ’ ઘણું સમૃધ્ધ બનેલ છે. તો મુખપૃષ્ઠને અતી આકર્ષક તસવીરો માટે જયેશ ભેદા, સતીષ શનિશ્ર્ચરા, કીરણ પાલાણી, ભાવીન પરમાર જેવા અનેક તસવીરકારો ‘કચ્છ-અર્પણ’ને જીવંત બનાવે છે.
કચ્છ તથા કચ્છીયતને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે પણ અનેક પ્રયત્નો ‘કચ્છ-અર્પણ’ દ્વારા કરવામાં આવે છે. અવારનવાર કચ્છી ભાષા અંગેના સંશોધન લેખો તથા કચ્છીભાષામાં લેખો- કવિતાઓ પ્રકાશિત કરવામાં આવે છે. એ ઉપરાંત કચ્છી ભાષાનાં શબ્દો-ચોવકો માટે વિશેષ લેખો છાપવામાં આવે છે.
‘કચ્છ-અર્પણ’ માં નિયમીતરૂપે છપાતા લેખો-કવિતા-વાર્તાઓ માટે સાહિત્યકારોને પુરસ્કારો દ્વારા સન્માનીત પણ કરવામાં આવે છે જે એક કોઇપણ કચ્છી સામાયિક દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ છે. જોકે મોટા ભાગનાં ‘કચ્છી’ સામાયિકો જ્ઞાતિ કે સમાજની સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થાય છે જેને કારણે તેમાં મોટા ભાગનું સાહિત્ય જે તે સમાજનું જ છપાય છે. ઉપરાંત કચ્છના વિશેષ કહી શકાય તેવા અખબારો પણ થોડાક જ છે. આને કારણે ‘કચ્છ-અર્પણ’ ને કચ્છીયતને ઉજાગર કરતા સામાયિક તરીકે પણ એક ગરવું સ્થાન મળેલ છે.
આ ઉપરાંત ‘અચો મુજે દેશ’ નામક કચ્છ-ગાઇડ બહાર પડેલ છે જેને ખૂબ જ સારો આવકાર મળેલ છે.
અમારા આ કાર્યમાં અમને સાથ આપવા આપને નિમંત્રણ છે.
Kutch Arpan is registered with R.N.I., New Delhi (Govt. of India) under regd. no. GUJGUJ / 2011 / 39762 as a biomonthly magazine
A/c. Name : KUTCH ARPAN
A/c. No. : 31624408057
IFSC Code : SBIN0005589
A/c. Type : Savings
Bank Name : State Bank of India
UPI ID : kutcharpan@sbi
Keep in mind: